મોદી 3.0નું પ્રથમ સામાન્ય બજેટ : આવક 7 થી 10 લાખ રૂપિયા હોય તો 10 ટકાના દરે ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવશે

નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે. જેમાં તેમણે ઇન્કમ ટેક્સને લઇને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 3 થી 7 લાખ રૂપિયાની કમાણી પર 5 ટકા આવકવેરો ચૂકવવો પડશે. જો આવક 7 થી 10 લાખ રૂપિયા હોય તો 10 ટકાના દરે ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવશે.

15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ : 10 થી 12 લાખની કરપાત્ર આવક પર 15 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે. 12 થી 15 લાખની કરપાત્ર આવક પર 20 ટકા આવકવેરો લાગશે. 15 લાખથી વધુની કરપાત્ર આવક પર 30 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે.

વિકસિત ભારતનું બજેટ રજૂ : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સાતમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં સંસદના બજેટ રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે આજે વિકસિત ભારતનું બજેટ રજૂ કરવામાં આવશે. ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. નિર્મલા સીતારમણે કહ્યુ કે ભારતમાં મોંઘવારી દર કાબુમાં છે. સરકાર દરેકના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. લોકોએ મોદી સરકાર પર ભરોસો કર્યો છે. ખેતી ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં

error: Content is protected !!