સુરત શહેરમાં આપઘાતના અલગ અલગ બનાવમાં પાંચનાં લોકોના આપઘાત

સુરત શહેરના ઉત્રાણના યુવકે વતનમાં રહેતા માતા-પિતાને વોટ્સએપ પર આત્મહત્યા કરું છુંનો મેસેજ કરી ફાંસો ખાઈ લીધો હતો. મૃતક યુવકે વિવિધ લોન લીધી હતી, જેના હપ્તા ભરવાના તણાવમાં પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે. આ ઉપરાંત ભેસ્તાનના યુવક, સચિન જીઆડીસીની તરુણી સહિત પાંચ વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો.

મળતી માહિતી મુજબ મૂળ ભાવનગર ગારીયાધારના ભમરીયા ગામના અને હાલ મોટા વરાછા સુદામા ચોક પાસે ગંગોત્રી હાઈટ્સમાં રહેતા ૨૫ વર્ષીય પ્રદીપ ભરતભાઈ ભાલાળા ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તેના પિતા વતનમાં ખેતીકામ કરે છે અને તેને એક ભાઈ છે. પ્રદીપે શનિવારે સાંજે માતા-પિતાને વોટ્સએપ પર “માતા-પિતા મને માફ કરજો, હું આત્મહત્યા કરું છું” મેસેજ કરી ઘરના પંખા સાથે ચાદર બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રદીપ પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ સહિત અલગ અલગ સાત જેટલી લોન લીધી હતી. જેથી હપ્તા ન ભરી શકાતા ટેન્શનમાં અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઉત્રાણ પોલીસ તપાસ કરી રહી છે.

બીજા બનાવમાં ઓરિસ્સા ગંજામના વતની અને હાલમાં ભેસ્તાન સિદ્ધાર્થનગરમાં રહેતો ૨૭ વર્ષીય કાલુ સરન શાહુ સંચાખાતામાં કારીગર હતો. કાલુએ શુક્રવારે ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ ખસેડયો હતો. જ્યાં શનિવારે રાતે મોતને ભેટ્યો હતો. વતનમાં રહેતી બહેન સાથે બોલાચાલી થતા પગલું ભર્યું હોવાની શક્યતા છે.

ત્રીજા બનાવમાં ઉત્તર પ્રદેશમા કૌસાંબીના વતની અને હાલ સચિન જીઆઈડીસીમાં વૃંદાવન સોસાયટીમાં બનેવીના ઘરે રહેતી ૧૫ વર્ષીય શ્યામસુંદરી જગતપાલ પટેલ વતન ઉત્તર પ્રદેશથી ચાર દિવસ પહેલાં બનેવીના ઘરે આવી હતી. શ્યામસુંદરીએ શનિવારે સાંજે લોખંડના હૂક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ચોથા બનાવમાં મૂળ ઉત્તર પ્રદેશમાં કાનપુરના વતની અને કતારગામ સત્ય એપાર્ટમેન્ટમાં રહેતા બિપીનભાઈ કટિયાર હીરાના કારખાનામાં કામ કરી પત્ની પ્રીતિબેન (ઉ.વ. ૨૭) સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હીરામાં મંદી હોવાથી બે મહિનાથી બેકાર હતા. બિપીનભાઈની પત્ની પ્રીતિબેને શનિવારે રાત્રે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પાંચ બનાવમાં બિહારના વતની અને હાલ વેસુની નિર્માણાધીન બિલ્ડિંગ માઈલ્ડ સ્ટોનમાં સેસ્ટ્રિંગ કામ કરતા અને ત્યાં જ રહેતા ૨૮ વર્ષીય અનિલકુમાર ખિખરૂ મિસ્ત્રીએ શનિવારે બપોરે બિલ્ડિંગના ત્રીજા માળે પાઈપ સાથે ગમછો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મૃતકને પરિવારમાં પત્ની અને સંતાનમાં બે પુત્રી છે. તેઓ વતનમાં રહે છે.

error: Content is protected !!