ડાંગમાં ધવલીદોડ ગામ પાસેથી ટવેરા ગાડી માંથી વિદેશી દારૂ ઝડપાયો : બે જણાની અટકાયત

ડાંગ જિલ્લાની એલસીબી પોલીસની ટીમે ધવલીદોડ ગામ પાસેથી ટ્વેરા ગાડી માંથી ૩૧,૬૮૦નો કિંમતનો દારૂ ઝડપી પાડી રૂ. ૨,૮૧,૬૮૦નો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે. મળતી વિગતો પ્રમાણે ડાંગ એલસીબી પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ધવલીદોડ ગામનો શાંતિવનભાઈ રામજીભાઈ દળવી નામનો ઈસમ સફેદ કલરની ટાવેરા ફોરવ્હીલ ગાડીમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને માળગા-ધુડા ગામ થઈને ધવલીદોડ ગામે આવવાનો છે.

ફાઈલ તસ્વીર

આ બાતમીના આધારે, પોલીસે ધવલીદોડથી ધુડા ગામ તરફ જતા ‘ચમક્યાના માળ’ તરીકે ઓળખાતી જગ્યાએ રસ્તા પર વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી મુજબની ટાવેરા ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીમાં તપાસ દરમિયાન પાછળના ભાગેથી વિદેશી દારૂના ખાખી પૂંઠાના બોક્સમાંથી વ્હિસ્કી અને ટીન બિયરની કુલ ૨૧૬ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.૩૧,૬૮૦ આંકવામાં આવી છે , પોલીસે દારૂના જથ્થા સાથે ટાવેરા ગાડી,જેની કિંમત રૂ.૨,૫૦,૦૦૦ કબ્જે કરી હતી. આમ, કુલ રૂ.૨,૮૧,૬૮૦નો મુદ્દામાલ જપ્ત કરી ઘટના સ્થળેથી બે ઈસમોને ઝડપી પાડયા હતા. દારૂનો જથ્થો ભરી આપનાર મહારાષ્ટ્ર રાજ્યના વાર્ષા ગામના વાઈન શોપના સંચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે.

error: Content is protected !!