માંગરોળના રણકપોર ગામેથી રૂ.13.18 લાખનો વિદેશી દારૂ અને બે કાર ઝડપાઈ: લિસ્ટેડ બુટલેગર વોન્ટેડ

સુરત ગ્રામ્ય LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે માંગરોળ તાલુકાના રણકપોર ગામે દરોડો પાડી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે ફોર-વ્હીલર કાર મળી કુલ રૂ.13,18,136/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.  LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, કામરેજના ખોલેશ્વર ગામનો લિસ્ટેડ બુટલેગર હિતેશ ઉર્ફે લાલુ ગોમાનભાઇ વસાવા રણકપોર ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે દારૂનો જથ્થો ઉતારી રહ્યો છે.

પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચતા જ અંધારાનો લાભ લઈ બુટલેગરો નાસી છૂટ્યા હતા. સ્થળ પર તપાસ કરતા વિદેશી દારૂની 2964 બોટલ જેની કિંમત રૂ.4,58,136/-, હ્યુન્ડાઇ આઇ-20 કાર નંબર GJ-05-JQ-0340, મારૂતી ઇકો કાર નંબર GJ-16-BK-6566 તથા મોબાઇલ ફોન મળી આવ્યો હતો.પોલીસે મુખ્ય આરોપી હિતેશ ઉર્ફે લાલુ વસાવા સહિત બંને કારના ચાલકો અને અન્ય એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!