જીએફએલ કંપનીમાં ગેસ ગળતરથી ચાર શ્રમિકોના મોત

ગુજરાતના ભરૂચના દહેજમાં આવેલ જીએફએલ કંપનીમાં ગેસ ગળતરથી ચાર શ્રમિકોના મોત થયા છે. જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં આ દુર્ઘટના બની હતી. જેમાં ગેસલાઈનનો વાલ્વ લીકેજ થતા કામ કરતા શ્રમિકોને તેની અસર થવા લાગી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને અસરગ્રસ્ત કામદારોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનામાં પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે.ફાયર વિભાગે પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને અન્ય કામદારોને સુરક્ષિત રીતે કંપનીની બહાર કાઢયા હતા.

આ સમગ્ર ઘટનાની મળતી વિગત મુજબ, ભરૂચની જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના બની હતી. આ ઘટનામાં મળતી માહિતી મુજબ પ્લાન્ટમાં વાલ્વ લીક થતા કામદારોને ગેસ ગળતરની અસર થઈ હતી. જેના પગલે કામ કરી રહેલા કામદારોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને બેભાન જેવા થવા લાગ્યા હતા. જેની જાણ થતા જે તાત્કાલિક 108 અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક કામદારોને બહાર નીકાળીને લીક થયેલા વાલ્વને બંધ કર્યો હતો.આ અંગે કંપની તરફ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને સમગ્ર કેસની વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં અન્ય કામદારોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ગેસ ગળતરની આ ઘટના મોડી રાત્રે બની હતી. હાલમાં પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચીને કામગીરી કરી છે.

error: Content is protected !!