ઐતિહાસિક 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ , ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને બજેટમાં પ્રાધાન્ય અપાયું
ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કર્યું છે. તેઓએ આ બજેટમાં ગુજરાતને ગુણવંતુ, ગરવી, ગ્લોબલ, ગ્રીન બનાવવાનો ધ્યેય હોવાનું જણાવ્યું. સાથે જ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને બજેટમાં પ્રાધાન્ય આપવામા આવ્યું છે. અમૃતકાળના આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં અનેક જાહેરાતો કરવામા આવી છે. પરંતુ બજેટની મહત્વની જાહેરાતો પર એક નજર કરીએ.
એક જ નંબર 112 : પોલીસ, ફાયરબીગ્રેડ અને બીજી ઈમરજન્સી સેવા ઉપલબ્ધ થશે : નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારે નવો ઇમરજન્સી નંબર જાહેર કર્યો. એક જ નંબર 112 નંબર પોલીસ, ફાયરબીગ્રેડ અને બીજી ઈમરજન્સી સેવા ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. 112 નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુજજ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે.
- ૨૦૨૪નાં બજેટમાં રાજ્ય સરકારે પ્રધાનમંત્રીના નામથી યોજનાઓ શરૂ કરી. જે નમો લક્ષ્મી,નમો સરસ્વતી, નમો શ્રી યોજના શરૂ થશે.
- રાજ્ય સરકારે 7 નવી મહાનગરપાલિકાની જાહેરાત કરી. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણ ને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે.
- બજેટમાં પત્રકારો માટે પણ જોગવાઈ કરાઈ. 25 વર્ષથી ૬૦ વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારો માટે સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુમાં એક લાખથી વધારી બે લાખ કરાઈ. અકસ્માત મૃત્યુમાં પાંચ લાખથી સહાય વધારીને 10 લાખ વીમા કવચ પૂરું પાડવામાં આવશે
- આ વખતના બજેટમાં રાજ્ય સરકારે વડાપ્રધાન ના નામથી યોજનાઓ શરૂ કરી. નમો લક્ષ્મી,નમો સરસ્વતી, નમો શ્રી યોજના. નાણાં મંત્રીએ નમો નામથી નવી યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી
- અયોધ્યાધામ ખાતે ગુજરાતી યાત્રી માટે નીવાસ માટે માટે 50 કરોડના આયોજન પૈકી ૧૦ કરોડની જોગવાઈ. અયોધ્યા ધામ ખાતે ગુજરાતી યાત્રી નિવાસ તૈયાર કરાશે. 50 કરોડના આયોજન પૈકી 10 કરોડની બજેટમાં જોગવાઈ
- બાળ મૃત્યુ દર અને માતા મૃત્યુ દર માટે મહત્વની જાહેરાત કરાઈ. સગર્ભાઓ ને સંસ્થાકિય પ્રસુતી અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરાવાશે. મહિલાઓને ૧૫ હજાર તેમજ આશા વર્કરને ૩ હજાર પ્રસુતિદીઠ પ્રોત્સાહક રકમ ચૂકવાશે. આ માટે રાજ્ય સરકારે બજેટ માં ૫૩ કરોડની જોગવાઈ કરી છે.
- ગિફ્ટ સિટી અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટે બજેટમાં ખાસ જોગવાઈ.
- આશા વર્કરોને પ્રસુતિ દીઠ 3 હજાર પ્રોત્સાહન અપાશે
- રાજ્યમાં નવી ફેમિલી કોર્ટ સ્થાપવા માટે જોગવાઈ કરાઈ
- પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 1300 કરોડની જોગવાઈ
- અંબાજી યાત્રધામ માટે માસ્ટર પ્લાનીગ માટે ૧૧૭ કરોડના ખર્ચે આયોજન
બહેનો માટે શું ?
વિધવા બહેનો માટે 2363 કરોડની જોગવાઈ
આંગણવાડીના બાળકો, કિશોરી, સગર્ભા માતા માટે 878 કરોડની જોગવાઈ
કિશોરીઓને ટેક હોમ રાશન માટે 344 કરોડની જોગવાઈ
સગર્ભા-ધાત્રી માતાને અનાજ માટે 322 કરોડની જોગવાઈ
2 કિલો ચણા, 1 કિલો તુવેરદાળ અને 1 લિટર તેલ અપાશે
વ્હાલી દીકરી યોજના માટે 252 કરોડની જોગવાઈ
આંગણવાડીના વિકાસ માટે 200 કરોડની જોગવાઈ
દૂધ સંજીવની યોજના માટે 132 કરોડની જોગવાઈ
સુરતમાં નારી સંરક્ષણ કેન્દ્રના વિકાસ માટે 16 કરોડની જોગવાઈ
ક્યા વિભાગ માટે કેટલી જોગવાઈ કરવામાં આવી?
આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઈ
સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે કુલ 6193 કરોડની જોગવાઈ
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2659 કરોડની જોગવાઈ
શિક્ષણ વિભાગ માટે કુલ 55114 કરોડની જોગવાઈ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 20100 કરોડની જોગવાઈ
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 767 કરોડની જોગવાઈ
અન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે કુલ 2711 કરોડની જોગવાઈ
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ
ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે કુલ 8423 કરોડની જોગવાઈ
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 12138 કરોડની જોગવાઇ
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21696 કરોડની જોગવાઈ
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3858 કરોડની જોગવાઈ.
જળ સંપત્તિ પ્રભાગ માટે 11535 કરોડની જોગવાઈ.
માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 22163 કરોડની જોગવાઈ.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2421 કરોડની જોગવાઈ.
પાણી પુરવઠા પ્રભાગ માટે 6242 કરોડની જોગવાઈ.
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ.
પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2098 કરોડની જોગવાઈ.
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9228 કરોડની જોગવાઈ.
વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2586 કરોડની જોગવાઈ.
ગૃહ વિભાગ માટે કુલ 10378 કરોડની જોગવાઈ.
ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે કુલ 1163 કરોડની જોગવાઈ.
કાયદા વિભાગ માટે કુલ 2559 કરોડની જોગવાઈ.
મહેસુલ વિભાગ માટે કુલ 5195 કરોડની જોગવાઈ.
માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ.
સામાન્ય વહીવટી વિભાગ માટે 2239 કરોડની જોગવાઈ