Gen-Z વધુ પ્રામાણિક અને દેશભક્ત: મોહન ભાગવત

મુંબઈ: RSSના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે Gen-Z અને Gen-Alpha પેઢી આપણી જૂની પેઢી કરતાં વધુ પ્રામાણિક, દેશભક્ત અને તાર્કિક છે. મુંબઈમાં IIMUNના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે યુવાનોનું વિરોધ પ્રદર્શન રાષ્ટ્રવિરોધી નથી, પરંતુ લોકશાહીનું સશક્ત માધ્યમ છે.

તેમણે જણાવ્યું કે નવી પેઢી સાથે સંવાદનો અભાવ રહ્યો હોવાથી કેટલાક આંદોલનો ઊભા થયા છે. લોકશાહીમાં વિરોધનો હેતુ દેશના ભાગલા પાડવાનો નહીં, પરંતુ સર્વસંમતિથી યોગ્ય ઉકેલ લાવવાનો હોવો જોઈએ. યુવાનોના પ્રશ્નો અને ચિંતાઓને ગંભીરતાથી સાંભળી તેમની સાથે સતત સંવાદ જરૂરી હોવાનું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું.

error: Content is protected !!