જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયત સભ્ય રૂ.૬૦ હજારની લાંચ લેતા ઝડપાયો

માંગરોળ: જૂનાગઢ જિલ્લાના ખોડાદા ગામે ત્રણ પથ્થરની ખાણો ચાલુ રાખવા દેવા તથા ગ્રામ પંચાયતની કનડગત ન કરવા માટે રૂ.૬૦ હજારની લાંચ માંગનાર ગ્રામ પંચાયત સભ્યને ગીર સોમનાથ એ.સી.બીએ રંગેહાથ ઝડપી પાડ્યો.આરોપી હમીરભાઈ લાખાભાઈ ગરચર (ઉ.વ.૩૨), ગ્રામ પંચાયત સભ્ય, ખોડાદા દ્વારા એક ખાણદીઠ રૂ.૨૦ હજાર લેખે ત્રણ ખાણ માટે કુલ રૂ.૬૦ હજારની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદના આધારે તા.૧૯ ઓગસ્ટે રગતીયા બાપાના મંદિરના કંપાઉન્ડમાં છટકું ગોઠવાયું હતું. આરોપીએ રૂ.૬૦ હજાર સ્વીકારતાં જ એ.સી.બી.એ ઝડપી લીધો હતો અને લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી હતી.

error: Content is protected !!