રાજ્ય સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગની ટીમ બીટુસી ( બિઝનેસ ટુ કસ્ટમર) સેક્ટરના વેપારીઓ પર ત્રાટકી હતી, જીએસટી વિભાગની ટીમે અમદાવાદ, ડાંગ અને નડિયાદમાં 7 વેપારીઓના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને બીટુસી વેપારીઓની 3.53 કરોડની કરચોરી ઝડપી પાડી હતી, જીએસટી વિભાગની ટીમે અમદાવાદમાં 2 બેટરી ડીલર, ડાંગમાં 4 તમાકુ ડીલર અને નડિયાદમાં એક સલૂનમાં સર્ચ કર્યું હતું. તપાસમાં ઇન્વૉઇસ વિના માલ વેચી કરચોરી કરાઈ હોવાનું ખુલ્યું હતું, વેપારીઓ બિલ વિના વેચાણ કરી તેમજ મૂળ વેચાણના આંકડા છુપાવીને કરચોરી કરતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ દ્વારા થતી કરચોરીના કેસોમાં કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે. થોડા દિવસ અગાઉ પણ સ્ટેટ જીએસટી દ્વારા બી ટુ સી સેક્ટરનાં કલોલ, ભાવનગર, સુરત તેમજ અમરેલીમાં દરોડા પાડ્યા હતા.જીએસટી વિભાગ દ્વારા કાપડ, ફટાકડા અને આઈસ્ક્રીમનાં વેપારીઓની દુકાને દરોડા પાડ્યા હતા. જીએસટી વિભાગને દરોડામાં 3.82 કરોડની જીએસટી ચોરી પકડાઈ હતી. તેમજ બિન-હિસાબી સ્ટોક તેમજ રોકડ વ્યવહાર પણ મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જીએસટી નામની વ્યવસ્થાએ દેશભરનાં વેપારીઓને પરેશાન કરી દીધા છે. વેપારીઓ ઉપરાંત એકાઉન્ટનાં નિષ્ણાંતો પણ સમજી શકતાં નથી તેવી ટેક્ષની માયાજાળ વચ્ચે ગઈકાલે જીએસટીનાં અધિકારીઓ ખેડૂતો પાસેથી ઈ-ફોર્મ માંગતા જોવા મળ્યા. ખેડૂતોને ઈ-ફોર્મ એની કોઈ ખબર ન હોય છતાં પણ જીએસટીનાંઅધિકારીઓ ખેડૂતોનાં વાહનો અટકાવતાં હોય સાંસદ ભરતભાઈ સુતરીયા કે જેઓ પોતે પણ ખેડૂત છે અને સાંસદ હોવા છતાં ખેતીકાર્ય તેઓએ શરૂ રાખેલ છે. એટલે ખેડૂતોની પિડાથી સાસંદ સારી રીતે વાકેફ હોય તેઓએ જીએસટીનાં અધિકારીઓને ખખડાવ્યા હતા અને ખેડૂતો પાસેથી ઈ-ફોર્મ માંગવાનું બંધ કરવા અધિકારીઓને સુચના આપતાં ખેડૂતોમાં સાંસદની કામગીરી પ્રશંસાપાત્ર બની હતી.