ગુજરાતમાં તહેવારોના સમયમાં જીએસટીની આવકમાં વધારો નોંધાયો છે. જેમાં ઓક્ટોબર મહિનામાં જીએસટીની આવકમાં 18 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર મહિનામાં જીએસટીની આવક રૂપિયા 6 હજાર 146 કરોડ થઈ હતી. જ્યારે રાષ્ટ્રીય સ્તરે નવ ટકાની સામે ગુજરાતમાં 18 ટકાનો વધારો થયો હતો. રાજ્યની વેટની આવક બે હજાર 584 કરોડ થઈ છે. વ્યવસાય વેરાની આવક 28 કરોડ થવા પામી છે. ઓક્ટોબર મહિનામાં રાજ્યને રૂ.9 હજાર 744 કરોડની આવક થઈ છે. ચાલુ વર્ષમાં રાજ્યને 67 હજાર 981 કરોડની આવક થઈ છે.
ઓકટોબર મહિનામાં નવરાત્રીથી દિવાળી સુધીની તહેવારોની સિઝનને કારણે લોકોને ભારે ખરીદીનો લાભ સરકાર દ્વારા હવે મળ્યો છે.સરકારના જીએસટી કલેક્શનમાં ઉછાળો આવ્યો છે અને તે રૂપિયા 1.87 લાખ કરોડને પાર કરી ગયો છે. સરકારે શુક્રવારે GSTના માસિક સંગ્રહનો ડેટા શેર કર્યો છે. આ મુજબ ઓક્ટોબર મહિનામાં GST કલેક્શન વાર્ષિક ધોરણે નવ ટકા વધ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં સરકારનું GST કલેક્શન રૂપિયા 1.72 લાખ કરોડ હતું.હિસાબ જાહેર કરે છે. જ્યારે GST કલેક્શનના અંતિમ ડેટાની ગણતરી કરવામાં આવે છે, ત્યારે તેમાં રિફંડની પણ ગણતરી કરવામાં આવે છે. ગણતરી દરમિયાનમાં રિફંડ બાદ ઓક્ટોબર 2024માં સરકારનું GST કલેક્શન રૂપિયા 1.68 લાખ કરોડ થશે. આ ઓક્ટોબર 2023ના નેટ GSTકલેક્શન કરતાં પણ 8 ટકા વધુ છે.