ગુજરાત બોર્ડે ધો.10 અને ધો.12ના પરીક્ષામાં પેપર તપાસવામાં ભૂલ કરનારાં શિક્ષકો પાસેથી રૂપિયા 64 લાખનો દંડ વસુલાયો

બોર્ડના વિદ્યાર્થી માટે દરેક ગુણ મહત્વના હોય છે. પરંતુ ગુજરાત બોર્ડની પરીક્ષામાં ગણિતના શિક્ષકો દ્વારા જ ગુણની ખોટી ગણતરી કરવામાં આવી હતી. જેને લઈ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. ધો.10 ગુજરાત બોર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થીને ગણિતમાં ધાર્યા કરતાં ઓછા ગુણ આવ્યા હતા. હતો. જેથી તેણે પેપર રિએસેસમેન્ટ કરાવ્યું, જેમાં 30 ગુણ વધ્યા હતા. વિદ્યાર્થીની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે ભૂલ કરનારા શિક્ષકો પર દંડ લગાવ્યો.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, ગુજરાત બોર્ડે ધો.10 અને ધો.12ના પરીક્ષામાં પેપર તપાસવામાં ભૂલ કરનારાં 4,488 શિક્ષકો પાસેથી રૂપિયા 64 લાખનો દંડ વસૂલ કર્યો હતો. શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, જે શિક્ષકોથી ભૂલ થઈ હતી તેઓ ખુદ ગણિત ભણાવે છે, જે ચિંતાનો વિષય છે. ઉચ્ચ અભ્યાસનો આધાર બનનારી પરીક્ષાના પેપરના ગુણ અંગે થયેલી ભૂલને લઈ ઘણા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી.

શિક્ષકો પર દંડ લગાવ્યા બાદ ગણિત અને વિજ્ઞાનના પેપરમાં મળેલા ગુણનું રિએસેસમેન્ટ કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યમાં વધારો થયો હતો. માત્ર ધો.10માં પેપર ચેકિંગમાં ભૂલ કરનારા 1654 શિક્ષકો પાસેથી 20 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. દરેક ભૂલ માટે શિક્ષક પાસેથી 100 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. 12માં ધોરણના પેપર તપાસવામાં ભૂલ કરનારા 1404 શિક્ષકો પાસેથી 24.31 લાખ અને વિજ્ઞાનના વિષયમાં ભૂલ કરનારા શિક્ષકો પાસેથી 19.66 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.

ગુજરાત બોર્ડના અધિકારીએ શું કહ્યું ? : ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડાએ જણાવ્યું કે શિક્ષકો દ્વારા કરવામાં આવતી કેટલીક સામાન્ય ભૂલોમાં કુલ ગુણને આગળ વધારવામાં નિષ્ફળતા, ચોક્કસ જવાબોને સોંપવામાં આવેલા માર્કસની અવગણના અને અડધા માર્કસને ગોળાકાર ન કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. GSEBના વાઇસ ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષકો માર્કિંગ પ્રક્રિયામાં સતર્ક રહે તેની ખાતરી કરવા માટે દંડ વસૂલવામાં આવે છે. આ વર્ષે, ગુજરાતમાં અંદાજે 40,000 થી 45,000 શિક્ષકો ધોરણ 10ની ઉત્તરવહીઓનું ગ્રેડિંગ કરવામાં સામેલ હતા.

error: Content is protected !!