ગુજરાત પોલીસને એક મહત્વની સફળતા મળી છે. ગેરકાયદે ઓનાલાઈન જુગાર નેટવર્ક સાથે જોડાયેલા ગુનેગાર દીપકકુમાર ધીરજલાલ ઠક્કરને ઇન્ટરપોલ ચેનલો દ્વારા યુનાઇટેડ આરબ અમીરાત (AUE)થી ભારત લાવવામાં આવ્યો છે. હવે તેના વિરુધ ભારતમાં કેસ ચલાવવામાં આવશે.
આરોપી દીપક કુમાર ધીરજલાલ ઠક્કરને UAEથી ભારત મોકલવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ગ્લોબલ ઑપરેશન્સ સેન્ટરે ગુજરાત પોલીસ અને ઇન્ટરપોલ સાથે સંકલન કર્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, દીપક આંતરરાષ્ટ્રીય ગેરકાયદે જુગાર નેટવર્કનો માસ્ટરમાઈન્ડ છે. 25 માર્ચ, 2023 ના રોજ અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનમાં તેની વિરુધ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો, ત્યારથી તે મોસ્ટ વોન્ટેડ હતો. દીપક ખાસ સોફ્ટવેર એપ્લીકેશનનો ઉપયોગ કરીને પોતાનું નેટવર્ક ચલાવતો હતો. હવાલા ચેનલના માધ્યમનો ઉપયોગ કરીને રૂ. 2273 કરોડથી વધુની ગુનાહિત આવક એકઠી કરી હતી.
રેડ નોટિસ હેઠળ, દીપકકુમાર ઠક્કર ગુજરાતમાં છેતરપિંડી, બનાવટ, ફોજદારી કાવતરું, પુરાવાનો નાશ અને આઇટી એક્ટ અને જુગાર નિવારણ કાયદાને લગતા ગુનાઓમાં વોન્ટેડ છે. ગુજરાત પોલીસની વિનંતી પર, સીબીઆઈએ 15 ડિસેમ્બર, 2023 ના રોજ ઈન્ટરપોલ જનરલ સેક્રેટરીએટમાંથી દીપક વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરવામાં આવી હતી. આરોપીના લોકેશન અને ધરપકડ માટે ઈન્ટરપોલના તમામ સભ્ય દેશોને રેડ નોટિસ મોકલવામાં આવી હતી. ઈન્ટરપોલને આરોપી દીપકનનું લોકેશન દુબઈમાં જાણવા મળ્યું હતું. ગુજરાત પોલીસની ટીમ UAE ગયું ગઈ આજે 1 સપ્ટેમ્બરે દીપક ભારત પરત ફર્યો.