ઉત્તરાખંડમાં હજી પણ ભારે વરસાદની આગાહી : ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે 199 ના મોત!

વરસાદ ગુજરાતમાં ભરે વિરામ લીધો હોય પરંતુ ઉત્તરાખંડમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે છેલ્લા 2 દિવસથી ઉત્તરાખંડમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના બની જેમાં અનેક લોકોના ઘરે પાણીમાં તણાઈ ગયાં હતાં. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. અત્યારે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે હજી પણ અહીં સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. કારણ કે, હજી પણ આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્લીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે કેટલાક લોકોનું મૃત્યુ થયું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે રાજ્યમાં આશરે 199 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે સાથે 1905.5 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું : ઉત્તરાખંડમાં અત્યારે ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને નૈનીતાલ, ઉધમસિંહનગર, દેહરાદૂન, ચંપાવત અને બાગેશ્વરમાં ભારે તોફાન અને વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે વરસાદની સ્થિતિને જોતા કેદારનાથ અને મદમહેશ્વરની યાત્રા બે દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. મોટાભાગના રાજ્યો એટલે કે, 7 રાજ્યોમાં 12 ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ આવી જ રહેવાની છે. ઉત્તર પ્રદેશમાં પૂરનો ભય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

error: Content is protected !!