હેલિકોપ્ટર દુર્ઘટના : ગુમ થયેલા પાયલોટનો મૃતદેહ ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાંથી મળી આવ્યો

ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયાના એક મહિનાથી વધુ સમય બાદ ગુમ થયેલા પાયલોટનો મૃતદેહ ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાંથી મળી આવ્યો છે. ગુજરાતના પોરબંદર નજીક અરબી સમુદ્રમાં 2 સપ્ટેમ્બરે ‘ALH MK-III’ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ક્રૂના ત્રણ સભ્યો ગુમ થયા હતા. જોકે પાછળથી બે ક્રૂ મેમ્બરના મૃતદેહ મળી આવ્યા હતા, પરંતુ આ મિશનના પાયલોટ રાકેશ કુમાર રાણાની શોધ ચાલી રહી હતી.

કોસ્ટ ગાર્ડ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાણાનો મૃતદેહ 10 ઓક્ટોબરના રોજ પોરબંદરથી લગભગ 55 કિમી દક્ષિણ-પશ્ચિમમાં દરિયામાંથી મળી આવ્યો હતો. કોસ્ટ ગાર્ડ, ભારતીય નૌકાદળ અને અન્ય સહયોગી સાથે મિશન પાયલોટ-ઇન-કમાન્ડ રાકેશ કુમાર રાણાને શોધવા માટે અથાક પ્રયાસો કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભારતીય કોસ્ટ ગાર્ડના ત્રણ બહાદુર સૈનિકોને સલામ જેમણે ફરજ દરમ્યાન જીવનનું બલિદાન આપ્યું.એવા અહેવાલ છે કે 2 સપ્ટેમ્બરની રાત્રે મોટર ટેન્કર ‘હરિ લીલા’ પર સવાર ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે ભારતીય કોસ્ટ ગાર્ડનું એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર અરબી સમુદ્રમાં ક્રેશ થયું હતું. આ બોર્ડમાં ચાર ક્રૂ મેમ્બર હતા. હેલિકોપ્ટરમાં સવાર ચાર ક્રૂ સભ્યોમાંથી, એક ડ્રાઇવર ગૌતમ કુમારને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે ત્રણ ગુમ થયા હતા. એક દિવસ બાદ પાયલોટ વિપિન બાબુ અને મરજીવા કરણ સિંહના મૃતદેહ મળી આવ્યા હતા. પરંતુ રાકેશ કુમાર રાણાની કોઇ ભાળ મળી ન હતી. જેની બાદ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

error: Content is protected !!