અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૬/૦૭/૨૦૨૪ના રોજ અમરોલી વિસ્તારનાં રહે ઘર નં. ૧૫૫૧, તાડવાડી, ચૌધરીવાસ, છાપરાભાઠા ખાતે રહેતા રોહિતભાઈ ચૌધરીની ૨૦ વર્ષિય દિકરી ક્રૃપાબેન ચૌધરી અને ૧૬ વર્ષિય હિરલબેન દિપકભાઈ ચૌધરી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.
ક્રૃપાબેન શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉંવર્ણ છે અને ઉંચાઈ ૦૪.૦૩ ફુટ છે. જેણે શરીરે કેવા કપડા પહેરેલ છે તેની જાણ નથી. જે ગુજરાતી ભાષા જાણે છે. અને હિરલબેન જે શરીરે પાતળા બાંધાની, રંગે ઘઉ વર્ણની અને ઉંચાઈ ૦૪.૦૮ ફુટ છે. જેણે શરીરે કેવા કપડા પહેરેલ છે જેની જાણ નથી. જે ગુજરાતી ભાષા જાણે છે. કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.