ઉત્રાણ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૦/૦૭/૨૦૨૪ના રોજ ઉત્રાણ વિસ્તારનાં રહે મોટા વરાછા, પોલીસ ચોકીની સામે ખાતે રહેતા ૩૪ વર્ષિય નિશાંત બલબહાદુર ચંદ કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે મજબુત બાંધાના, રંગે ઘઉંવર્ણ છે અને ઉંચાઈ ૦૫.૦૪ ફુટ જેટલી છે. જેણે શરીરે બ્લેક કલરનો શર્ટ તથા બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. જે ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા ઉત્રાણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
