દાહોદના સીંગવડના તોરણીમાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો, આ મૃતદેહ મામલે પોલીસ તપાસમાં ખુલાસા થતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થિની હત્યાનો ભેદ પોલીસ તપાસમાં ઉકેલાય જતા ખુદ આચાર્ય જ હત્યારો નીકળ્યો છે. શાળાનાં આચાર્ય ગોવિંદ નટને પોલીસે ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાળકીની માતાએ પીપળીયા ગામ થી બાળકીને શાળાના આચાર્યની કારમાં બેસાડી હતી. આ મામલાની તપાસમાં પોલીસ અધિકારીઓને શાળાના આચાર્યએ કહ્યું હતું કે બાળકીને કારમાં બેસાડીને તેણે સ્કૂલમાં છોડી હતી. જો કે વધુ તપાસમાં તેણે બાળકીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.પોલીસે જણાવ્યું હતું કે જયારે બાળકીને કારમાં બેસાડી અને સ્કૂલ છોડવા તરફ જતા હતા ત્યારે આચાર્યએ બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્નો કર્યાં હતાં. જો કે બાળકીઓનો વિરોધ કરતા અને જોર જોરથી બુમાબૂબ કરી મુકતા આચાર્યએ તેનું મોઢું અને નાક દબાવીને ભીંસી દીધું હતું. આખી બાળકી બેહોશ થઈ ગઈ હતી.આ બાદ શાળાએ પહોંચીને આચાર્ય પોતાની કાર બાળકીના મૃતદેહ સાથે જ પાર્ક કરી દીધી હતી. સાંજે ઘરે પરત ફરતા સમયે શાળાના કમ્પાઉન્ડમાં બાળકીની લાશ ને ફેંકી દીધી હતી અને બાળકીના ચપ્પલને શાળાના ઓરડામાં મૂકી આવ્યા હતા. જોકે સાંજ થતાં પણ બાળકી ઘરે ના પહોંચતા માતા પિતાએ બાળકીની શોધખોળ આદરી હતી. આ દરમીયાન બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.