મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

મહીસાગર : ગુજરાતભરમાં વરસાદી માહોલ જામેલો છે. મહીસાગર જિલ્લાના ખાનપુર, લુણાવાડા, બાલાસિનોરમાં ગઇકાલે રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતા ઓછી થઈ છે. વીરપુર, કડાણા, સંતરામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. જ્યારે મહીસાગર જિલ્લાના કડાણામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યા છે. ઉમરપાડા તાલુકાના અનેક ગામડાઓમાં વરાસાદી માહોલ છવાયેલો છે. સુરતના અઠવા લાઇન્સ, ઉધના, સચિન, પાંડેસરા,અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા છે.

error: Content is protected !!