તાપી જિલ્લામાં આ ગ્રામ પંચાયતની ગ્રામસભાનો બહિષ્કાર કરાયો, સરપંચ અને તલાટીને હોદ્દા પરથી દુર કરવા માંગ કરાઈ

તાપી જિલ્લામાં કુકરમુંડા તાલુકાનાં ગૃપ ગ્રામ પંચાયત ઇટવાઈમાં તારીખ ૨ ઓકટોબરે યોજાયેલ ગ્રામસભા અંગે ૧૨ સભ્યો પૈકી ૭ સભ્યોને એજન્ડા આપવામાં આવ્યા ન હતા તેમજ ગ્રામસભા ગેરકાયદેસર લેવામાં આવી હોવાથી જેનો બહિષ્કાર કરીએ છીએ તેમજ જવાબદારોને હોદ્દા ઉપરથી દુર કરવાની માંગણી સાથે ગ્રામપંચાયતનાં સભ્યો તથા લોકોએ મામલતદાર તથા ટેલિફોન તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

કુકરમુંડાની ગૃપ ગ્રામ પંચાયત ઈટવાઈમાં ૯ ગામો જેમાં ઈટવાઈ, પાટીપાડા, પરોડ, ઉદમગડી, ઉમજા, પિંપરીપાડા, ઝીરીબેડા, ગંગથા, ડાબરીઆંબાનો સમાવેશ થાય છે, જેમાં ૧૨ વોર્ડનાં ૧૨ ગ્રામ પંચાયત સભ્યો છે, તેમાંથી ૫ સભ્યોને દ્વારા તારીખ ૨ના રોજ યોજાયેલ ગ્રામસભા અંગે એજન્ડા આપવામાં આવ્યા હતા બાકીનાં ૭ સભ્યો કે લોકોને જાણ કરવામાં આવી ન હતી. ગ્રામપંચાયતમાં ૨૦થી ૨૫ લોકો ભેગા કરી ગામસભા ચાલુ કરવામાં આવી હતી. જે ગ્રામસભાનો લોકો બહિષ્કાર કરે છે. જયારે ૯ ગામોનાં લોકોનો સમાવેશ થતો હોય જેઓને જાણ કર્યા વગર તારીખ ૨ના રોજ સાંજનાં ૩ કલાકે બિનકાયદેસર ગ્રામસભા લેવામાં આવી હતી, લોકોની સમસ્યાનું નિરાકરણ ગ્રામસભામાં થાય તે માટેનું આયોજન થાય છે, પરંતુ ઈંટવાઈ ગૃપ ગ્રામ પંચાયતની ગ્રામસભાની જાણ જ લોકોને કરવામાં આવી ન હતી.ગ્રામપંચાયતનાં સરપંચ અને તલાટીને હોદ્દા પરથી દુર કરવા ગામલોકો તથા સભ્યોની માંગ હોવાનું રજુઆતમાં જણાવ્યું છે.

error: Content is protected !!