Latest news : વાપીથી લીમડી દાહોદ જતી બસમાંથી દારૂની ખેપ મારતી ૧૧ મહિલા ઝડપાઈ

નવસારી એસટી ડેપો પરથી ટાઉન પોલીસે વાપીથી લીમડી દાહોદ જતી બસમાંથી રૂા.૨.૫૧ લાખથી વધુ ઇંગ્લિશ દારૂમાં પોટલા લઈને જતી ૧૧ મહિલાઓને ઝડપી પાડી હતી. મળતી માહિતી પ્રમાણે નવસારી એસટી ડેપો પર ઉભેલી વાપીથી લીમડી દાહોદ જતી બસમાં કેટલીક મહિલાઓ રેઝીનના થેલામાં ઇંગ્લિશ દારૂ લઈને જઈ રહી હોવાની નવસારી ટાઉન પોલીસને મળી હતી, જે બાતમીના તે આધારે પોલીસે બસમાં ચેકિંગ હાથ ધરી વ્હીસ્કીની બોટલો તથા પાઉચ મળી કુલ નંગ -૮૩૫ કિંમત રૂપીયા ૨,૫૧,૨૩૨/- ના જથ્થા સાથે આરોપી મહિલાઓને ઝડપી પાડી તેમની પાસેથી ઇંગ્લિશ દારૂ અને મોબાઈલ ફોન મળી રૂા.૨,૬૨,૭૪૨ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે ટાઉન પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબનો પુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!