Latest News: સુરતમાં રોકડા ૪.૬૬ લાખ રૂપિયાની ચોરી કરનાર રીઢા ચોરને બિહારથી ઝડપી લેવાયો

સુરત શહેરના વરાછા, ગ્લોબલ માર્કેટમાં એક કાપડની પેઢીને નિશાન બનાવી રોકડા ૪.૬૬ લાખ રૂપિયાની ચોરી કરનાર રીઢા ચોરને બિહારના અંતરિયાળ વિસ્તારમાંથી ઝડપી લેવાયો હતો.

મળતી માહિતી પ્રમાણે શહેરના અડાજણ પાટિયા, સ્તવન રેસિડેન્સીમાં રહેતા હિતેશ શાહની ગ્લોબલ માર્કેટમાં બીજા માળે આવેલી આદિનાથ ક્રિએશનને ૧૮મી ઓક્ટોબરની રાત્રે નિશાન બનાવાઈ હતી. સેક્શન બારી તોડી અંદર પ્રવેશેલો ચોર ટેબલના ખાનામાંથી રોકડા ૪.૬૬ લાખ ચોરી કરી ભાગી છૂટ્યો હતો. વરાછા પોલીસની તપાસ દરમિયાન આ તસ્કર બિહારના આરાભોજપુર જિલ્લાના દલીપપુરનો વતની બીટ્ટુકુમાર સત્યેન્દ્રનારાયણસિંહ ચૌધરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની એક ટીમ તેને પકડવા માટે બિહાર રવાના થઈ હતી. આઠ દિવસની ફિલ્ડિંગને અંતે તેને દબોચી લેવામાં સફળ રહેલી પોલીસ વરાછા લઈ આવી હતી. બીટ્ટુકુમાર પહેલાં પણ સંખ્યાબંધ ચોરીમાં ઝડપાઈ ચૂક્યો છે. બિહારથી સુરત આવી રાત્રિ દરમિયાન ચોરી કરી પરત વતન ભાગી છૂટવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

error: Content is protected !!