સુરત શહેરમાં આવેલા ડીંડોલી નવા ગામમાં ૧૪ વર્ષનો કિશોર સોસાયટીમાં ગણપતિના આગમનમાં ગયો હતો. દરમિયાન ડીજેના તાલે તે નાચતો હતો. ત્યારે ચાલુ વરસાદમાં ગણેશજીના મંડપના લોખંડના પાઇપમાં ઉતરેલા વીજ કરંટમાં તેનો હાથ પાઇપને અડકતા ઇલેક્ટ્રિક કરંટ લાગતા તેનું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ડીંડોલી નવા ગામમાં આવેલ પટેલ નગરમાં રહેતા માધવ રાજપુત ખાનગી કંપનીમાં નોકરી કરી પત્ની, એક પુત્ર અને એક પુત્રીનું ભરણપોષણ કરે છે. માધવની પત્ની સાડીના બોક્સ બનાવવાનું કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થાય છે. માધવનો ૧૪ વર્ષનો પુત્ર આદર્શ ગઈકાલે રાત્રે ચાલુ વરસાદમાં સોસાયટીમાં ગણપતિના આગમનમાં ગયો હતો. દરમિયાન ડી.જે.ના તાલે તે નાચતો હતો. દરમિયાન ગણેશ મંડપના લોખંડના પાઇપમાં વીજ કરંટ ઉતર્યો હતો. ત્યારે તેનો હાથ પાઇપને અડકતા ઇલેક્ટ્રિક કરંટ લાગતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે વધુ તપાસ ડીંડોલી પોલીસ કરી રહી છે.





