સુરત શહેરમાં આવેલા સચિન ગૃહ હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવકનું તાવની બીમારીમાં સંપડાતા મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઓરિસ્સા ગંજામના વતની અને હાલ સચિન ગૃહ હાઉસિંગ બોર્ડમાં ૩૫ વર્ષીય બલરામ ઉર્ફે રિંકુ કાશીનાથ ગૌડ સંચા ખાતામાં કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. બલરામને છેલ્લા બે દિવસથી તાવ આવી રહ્યો હતો. જેથી ઘર નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગઈકાલે રાત્રે બલરામની વધુ તબિયત લથડતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.





