Latest news : વોચમેન તરીકે નોકરી કરતા યુવકનું ડેન્ગ્યુમાં સપડાયા બાદ મોત

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ જી-૯ હાઇટ્સમાં રહીને ત્યાં જ વોચમેન તરીકે નોકરી કરતા યુવકનું ડેન્ગ્યુમાં સપડાયા બાદ મોત થયું હતું. ઉત્તરપ્રદેશ પ્રયાગરાજના વતની અને હાલ વેસુ વિસ્તારમાં આવેલ જી-૯ હાઇટ્સમાં આદર્શ જગપ્રસાદ મિશ્રા દિવ્યાંગ હતો અને હમવતની સાથે રહેતો હતો અને રહે ત્યાં જ વોચમેન તરીકે નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. આદર્શને અન્ય છ બહેન છે. ગત તા.પમી જુલાઈએ આદર્શને તાવ આવ્યો હતો. જેથી ઘર નજીકની ક્લિનિક પરથી દવા લીધી હતી. બાદમાં તબિયતમાં સુધારો નહીં થતા ગુરુનાનક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં રિપોર્ટ કરાવતા આદર્શને ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું હતું. જેથી ત્યાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન આદર્શની તબિયત લથડતા સારવાર માટે શનિવારે રાત્રે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે ટૂંકી સારવારમાં આદર્શને મૃત જાહેર કર્યો હતો.

error: Content is protected !!