Latest news : ઉધનામાં ગોડાઉનના પહેલા માળેથી નીચે પટકાતા વ્યારાના યુવકનું મોત

સુરત શહેરમાં ઉધના રોડ નંબર-૩ ધરતી નમકીનની બાજુમાં આવેલ ગોડાઉનમાં પહેલા માળેથી માલ-સામાન નીચે ઉતરતી વખતે અકસ્માતે નીચે પટકાયેલા વ્યારાના યુવકનું ગંભીર ઈજાને પગલે મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ વેગી ફળિયામાં રહેતા ૪૨ વર્ષીય જગદીશભાઈ ઠાકોરભાઈ રાણા માલ-સામાન પેકિંગ કરવાનું કામ કરી પત્ની, બે પુત્ર અને એક પુત્રી સહિતના પરિવારનું ભરણપોષણ કરતા હતા.

આજે સવારે જગદીશભાઈ સુરત ઉધના રોડ નંબર-૩ ધરતી નમકીનની બાજુમાં આવેલ ગોડાઉનમાં પહેલા માળેથી માલ-સામાન ઉતારતા હતા. તે દરમિયાન પહેલા માળેથી અકસ્માતે નીચે પટકાયા હતા. જેથી ગંભીર ઈજાને પગલે તેમને સારવાર માટે ૧૦૮માં નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવવા અંગે વધુ આગળની તપાસ ઉધના પોલીસ કરી રહી છે.

error: Content is protected !!