Latest news : સુરતમાં કુખ્યાત આરોપી સામે વધુ એક ગુનો દાખલ થયો

સુરતમાં કુખ્યાત આરોપી સામે વધુ એક ગુનો દાખલ થયો છે, સજ્જુ કોઠારી, નાસિર પઠાણ સહીત 3 સામે ગુનો દાખલ થયો છે, રાંદેરમાં જમીન પચાવી પડાવા મામલે ગુનો દાખલ થયો હોવાની વાત સામે આવી છે, કરોડોની જમીન પડાવી લેવા બોગસ દસ્તાવેજ બનાવ્યા અને સજ્જુ કોઠારી હાલ અન્ય ગુનાઓમાં જેલમાં છે બંધ છે. સુરત કુખ્યાત સજ્જુ કોઠારી અને નાસિર પઠાણ સહીત ત્રણ લોકો વિરુદ્ધ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે, રાંદેર કોઝવે પાસેની જમીન પચાઇ પાડવાના કારસ્તાન રચવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, કરોડોની જમીન પચાવી પાડવા બોગસ દસ્તાવેજ બનાવી દીધા હતા અને સજ્જુ કોઠારી જે જેલમાં બંધ છે અને તેની સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે.

error: Content is protected !!