Latest news: કરોડો રૂપિયાનો ઉધારીમાં માલ ખરીદી પેમેન્ટ નહીં આપનારા વેપારીના જામીન નામંજૂર

કાપડના દલાલ ગિરીશ દેવજાણીએ સુરતના પુણા પાટિયા પાસે માનસરોવર સર્કલ પાસે રહેતા વેપારી મહેશકુમર સંજયકુમાર ગાંધીની સાથે મુલાકાત કરી હતી. તેઓની પાસે અમદાવાદની પણ પાર્ટીઓ હોવાનું કહીને ઉધારીમાં માલ આપશો તો સમયસર પેમેન્ટ આપીને સારો એવો નફો કમાવી આપીશું તેમ કહીને રૂ.૨.૭૫ કરોડનો માલ તેમજ બીજા વેપારીઓને રૂ.૨.૨૩ કરોડ મળી કુલ રૂ ૪.૯૮ કરોડનો માલ ખરીદી બાદમાં પેમેન્ટની ચુકવણી કરી નહતી.

આ દરમિયાન અમદાવાદના કાપડના વેપારી મનીષ રતનાની પાસે પણ કરોડો રૂપિયા લેવાના બાકી નીકળતા હોવાથી તેની પાસે ઉઘરાણી કરાઇ હતી. પરંતુ મનીષ તેમજ ગિરીશ દેવજાણીએ રૂપિયા આપ્યા ન હતા. આખરે આ બાબતે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ પકડથી બચવા માટે અમદાવાદમાં વી.આર.ક્રિએશનના નામે વેપાર કરતા વેપારી મનીષ રતનાનીએ આગોતરા જામીન અરજી કરી હતી જે અરજી ચાલી જતાં મૂળ ફરિયાદી તરફે વકીલ અભિષેક શેઠિયાએ દલીલો કરી જામીન નામંજૂર કરવા રજૂઆતો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી મનીષ રતનાનીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

error: Content is protected !!