વાપી નજીકના એક ગામમાં ટ્યુશન ક્લાસ ચલાવતી શિક્ષિકાને રસ્તામાં બૂમો પાડી પીછો કરી દુપટ્ટો ખેંચી લઈ શારીરિક અડપલા કરવાની ઘટનામાં આરોપી અનિલ મુન્ના કુશવાહાના જામીન નામંજૂર કરતો હુકમ થયો છે. વાપી નજીક એક ગામમાં ટ્યુશન ક્લાસ ચલાવતી શિક્ષિકા તેની સાથી શિક્ષિકાને તેના વિસ્તારમાં છોડી પોતે પોતાના ઘર તરફ જતી હતી, ત્યારે ત્યાં ખુરશી લઈને રસ્તા ઉપર બેસેલા આરોપી અનિલ કુશવાહાએ ઓય ઓય કરીને બૂમો પાડતા શિક્ષિકાએ શા માટે બૂમ પાડે છે તેમ કહ્યું હતુ. જે બાદ અનિલે શિક્ષિકા બહેનનો દુપટ્ટો ખેંચી અડપલા કરવા લાગતા ડરી ગયેલી શિક્ષિકાએ બૂમાબૂમ કરતા ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. તેથી અનિલ નાસી છૂટ્યો હતો. આ મામલે ડુંગરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. સરકારી વકીલ રાકેશ ચાંપાનેરિયાની દલિલો ગ્રાહ્ય રાખી વિદ્વાન ન્યાયાધીશ પુષ્પા સૈનીએ આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
