Latest News : ભાજપે મિશન પશ્ચિમ બંગાળની શરુઆત કરી દીધી, અંતર્ગત પીએમ મોદીએ સાંસદો સાથે મુલાકાત કરી

ભાજપે મિશન પશ્ચિમ બંગાળની શરુઆત કરી દીધી છે. જે અંતર્ગત પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના સાંસદો સાથે મુલાકાત કરી હતી. તેમજ વર્ષ 2026માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેની ચર્ચા કરી હતી. પીએમ મોદીએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતીની સમીક્ષા કરી હતી. તેમજ સાંસદ ખગેન મુર્મુ પર થયેલા હુમલાને લોકો સમક્ષ લાવવા જણાવ્યું હતું. જેના લીધે લોકો ટીએમસીની હિંસક વૃતિને સમજી શકે.

સુત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે આપણે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જીતવા વધુ મહેનત કરવી પડશે. આપણે સત્તા વિરુદ્ધની લડાઈ ચાલુ રાખવી પડશે. SIR ને લઈને તેમણે કહ્યું કે આ મતદાર શુદ્ધિકરણની પ્રક્રિયા છે. તેમજ કેન્દ્ર સરકારની યોજના લોકો સુધી પહોંચાડો અને તેમના લાભાર્થીઓ સાથે સતત સંપર્ક રાખો. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવી જોઈએ.લોકસભામાં પશ્ચિમ બંગાળમાં ભાજપના 12 સાંસદ છે. પીએમ મોદીએ કહ્યું કે રાજ્યની હાલની સ્થિતીમાં લોકો સુધી પહોંચ વધારવાની જરૂર છે. તેમજ રાજ્યના જે સ્થિતી તેની માટે કાર્યકરોએ ઝઝૂમવાની જરૂર છે. પીએમ મોદીએ વર્ષ 2026માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે સાંસદોને તૈયારી કરવાનું કહ્યું. તેમજ કહ્યું તેની માટે રાજકીય આયોજન અને લોકસંપર્ક વધારવા પણ કહ્યું હતું.પીએમ મોદીએ આ બેઠક એવા સમયે સંબોધી હતી કે જયારે ટીએમસી રાજ્યમાં SIR નો સતત વિરોધ કરી રહ્યું છે. તેમજ તેની માટે રાજ્યના એક મોટું આંદોલન પણ ચલાવવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ચૂંટણી પંચ દ્વારા બીએલઓ પર દબાણ કરવામાં આવતા હોય તેવો આરોપ કર્યો છે. જેના લીધે અનેક બીએલઓના મોત થયા છે.

error: Content is protected !!