Latest News : ખાંસીની દવા માટે વપરાતી કોડીન સિરપ : ૧૦૦ રૂપિયાની બોટલનું ૩૫૦ રૂપિયામાં વેચાણ કરનાર સામે કાર્યવાહી

ખાંસીની દવા માટે વપરાતી કોડીન સિરપનો નશાખોરોમાં કાળા બજારમાં વેચાણનો ધીકતો ધંધો શરૂ થયો હતો. ૧૦૦ રૂપિયાની બોટલનું ૩૦૦ રૂપિયાથી ૩૫૦ રૂપિયામાં વેચાણ કરતા ચીમની ટેકરાના પ્રૌઢને પોલીસે ઝડપ્યો હતો. તે તથા તેનો પુત્ર રિંગ રોડ માર્કેટ અને ઉમરવાડાના પોકેટ વિસ્તારમાં નશાના આદિઓને તેનું ગેરકાયદે વેચાણ કરતા હતા. સલાબતપુરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર કે.ડી.જાડેજાએ બાતમીને આધારે શનિવારે મોડી સાંજે ઉમરાવાડા, ચીમની ટેકરામાં એક મકાનના બીજા માળે રેડ કરી હતી.

અહીં રહેતો અનવરખાન ઉર્ફે વાયરમેન ઇબ્રાહિમ પઠાણ (ઉ.વ. ૪૮) તેના પુત્ર સલમાન સાથે મળીને ખાંસીની દવા માટે મેડિકલ પર વેચાતી કોડીન સિરપનું નશાખોરોને કાળા બજારમાં વેચાણ કરતા હોવાની માહિતી હતી. જેમાં કોડીનનું તત્ત્વ હોય તે સિરપ ચોક્કસ પ્રકારની ખાંસી હોય તેને જ લાવતો હતો. તેના પિતા તથા તે રિંગ રોડ તથા પોકેટ વિસ્તારમાં મોપેડ પર જઇ નશાખોરી માટે ૩૦૦ રૂપિયાથી તબીબ પ્રિસ્ક્રાઈબ કરે તે સંજોગોમાં મેડિકલમાંથી આપવાની હોય છે, પરંતુ અહીં તો ઝૂંપડપટ્ટીમાં વેચવામાં આવતી હતી. પોલીસે ૨૩,૬૯૦ રૂપિયાની કિંમતની ૨૩૦ નંગ બોટલ કબજે કરી એન.ડી.પી.એસ.ની કલમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. આરોપીનો પુત્ર સલમાન આ સિરપનો જથ્થો ખરીદી ૩૫૦ રૂપિયામાં તેનું વેચાણ કરતાં હોવાનું ઝડપાયેલા આરોપીએ પોલીસને જણાવ્યું હતું.

error: Content is protected !!