Latest News: વાજબી ભાવની દુકાન સંચાલકોને કમિશનમાં વધારો, રાજ્ય સરકારે રૂ. 67.20 કરોડ ફાળવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગના ઠરાવ મુજબ અંત્યોદય અન્ન યોજના અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ હેઠળ ઘઉં-ચોખાના વિતરણ બદલ વાજબી ભાવની દુકાન સંચાલકોને મળતું કમિશન પ્રતિ ક્વિન્ટલ રૂ. 150માંથી વધારી રૂ. 185 કરવામાં આવ્યું છે.

આ કમિશન વધારા માટે રાજ્ય સરકારે રૂ. 67.20 કરોડની જોગવાઈ કરી છે, જેના કારણે રાજ્યની 17 હજારથી વધુ વાજબી ભાવની દુકાનના સંચાલકોને સીધો લાભ મળશે. આ નિર્ણયથી જાહેર વિતરણ પ્રણાલીની કામગીરી વધુ અસરકારક બનવાની અપેક્ષા છે.

error: Content is protected !!