સુરત શહેરમાં આવેલા વરાછા વિસ્તારમાં સાયકલ સ્ટોર ધરાવતા વૃદ્ધનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. વરસાદી વાતાવરણને કારણે લોખંડની સીડીમાં ઉતરેલા વીજ કરંટથી વૃદ્ધનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ લખનૌઉના વતની 64 વર્ષીય મંગલપ્રસાદ સુરજુભાઈ બાવરિયા હાલમાં સુરત શહેરના વરાછા સ્થિત એ.કે રોડ પર આવેલી રાણાપંચની વાડીમાં પરિવાર સાથે રહેતા હતા. તેમને પરિવારમાં એક દીકરી છે, તેઓ ઘર પાસે સાયકલનો સ્ટોર ધરાવતા હતા. સાયકલના સ્ટોરમાં આજે સવારે મંગલપ્રસાદ પહેલા માળેથી નીચે ઉતરતા હતા, દરમિયાન લોખંડની સીડીમાં ઉતરેલો વીજ કરંટ લગતા બેભાન થઈ ગયા હતા, જેથી તેમને તત્કાળ સારવાર માટે 108માં સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વરાછા પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી, જેમાં વરસાદી વાતાવરણને કારણે લોખંડની સીડીમાં ઉતરેલા વીજ કરંટથી વૃદ્ધનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.





