Latest News : બારડોલીના સરભોણ ખાતે પ્રાકૃતિક ખેતી શિબિર અંતર્ગત ખેડૂતોને જીવામૃત બનાવવાની તાલીમ અપાઈ

બારડોલી તાલુકાના સરભોણ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શિબિર અંતર્ગત જીવામૃત બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં BTM અતુલભાઈ અને  TPM રુચિકુમારીએ ખેડૂતોને લાઈવ ડેમો દ્વારા દેશી ગાયનું ગૌમૂત્ર, છાણ, ગોળ, દાળ/ચણાનો લોટ અને માટીને યોગ્ય માત્રામાં ભેગા કરી વિવિધ તબક્કા બાદ તૈયાર થતાં અમૃતપાણીને ખાતર તેમજ જંતુનાશક તરીકે છાંટવાથી પાકને થતાં અને તેના કુદરતી તત્વોને કારણે જમીનને થતાં ફાયદા વિશે જણાવ્યુ હતું. તેમજ બારડોલી તાલુકાના AA શ્રેયાકુમારી તથા મુખ્ય ધંઉ સંશોધન કેન્દ્ર,NAU ના વૈજ્ઞાનિક રાજેશભાઇએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અને રાસાયણિક દવાની જગ્યાએ કુદરતી રીતે તૈયાર થતા જંતુનાશક અપનાવવા પ્રોત્સાહન આપ્યું હતું. સાથે મોડેલ ફાર્મની વિઝિટ પણ કરાવવામાં આવી હતી.

error: Content is protected !!