Latest News Gujarat : બાળમજૂરી કરાવનાર સામે કાર્યવાહી,સાડીના બે કારખાનેદાર ભેરવાયા

શહેરના ગોડાદરા એસ.કે.નગર અને પુણાના મગોબમાં ભાગ્યોદય એસ્ટેટમાં સાડીના કારખાનામાં ૧૨થી ૧૩ વર્ષનાં ત્રણ બાળકો અને ૧૫ વર્ષનાં તરુણ મજૂરીકામ કરતા મળી આવતાં ફોજદારી ફરિયાદ કરાઈ હતી. શ્રમ અધિકારી દ્વારા ગત ૨૦મી સપ્ટેમ્બરે ગોડાદરાના પરવત ગામ વિસ્તારમાં આવેલા એસ.કે.નગરમાં એક સાડી ફોલ્ડિંગના કારખાનામાં રેઈડ કરાઈ હતી. અહીં ૧૨ અને ૧૩ વર્ષનાં બે બાળકો સાડી ફોલ્ડિંગની કલાકો સુધી કાળી મજૂરી કરતાં મળી આવ્યા હતા.

તપાસ દરમિયાન કારખાનેદાર લલિતકુમાર બંસીલાલ અહારી તેમને ઘણા વખતથી અહીં રાખી મજૂરી કરાવતો હોવાનું જણાઈ આવતાં ગતરોજ શ્રમ અધિકારી રાહુલ ગામીતે ગોડાદરા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. ૧૦મી સપ્ટેમ્બરે આ જ શ્રમ અધિકારી દ્વારા મગોબમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીઝના જય ખોડિયાર રોલ પ્રેસના કારખાનામાં રેડ કરી હતી. અહીંથી ૧૩ વર્ષનો બાળક અને ૧૫ વર્ષનો તરુણ મજૂરી કામ કરતા મળી આવ્યા હતા. બંને બાળકોને બાળાશ્રમમાં મોકલ્યા બાદ પુણા પોલીસ મથકે કારખાનેદાર જગદીશ ભગવાન બારૈયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

error: Content is protected !!