સુરતમાં અકસ્માત કેસના આરોપી રામપાલ યાદવની ધરપકડ કરાઈ છે, કોંક્રિટ મિક્ષરની અડફેટે બાઈકચાલકનું મોત થયું હતું, પોલીસે કંપનીના સુપરવાઇઝર સામે પણ ગુનો નોંધ્યો હતો. મૃતક યુવક સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના રાહુલ રાજ મોલ પાસે કોક્રિટ મિક્સર ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા મોત તેનું મોત થયું હતું. ઉમરા પોલીસે કોક્રિટ મિક્સર ડમ્પર ચાલક રામપાલ આશિષ યાદવની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં કોક્રિટ મિક્સર ડમ્પર કોક્રેટ પ્લાન્ટ કંપનીનું હતું. જે મામલે પોલીસે કંપનીના જેતે સુપર વાઇઝર વિરુદ્ધ પણ ગુન્હો નોંધ્યો હતો. કારણકે, આ બનાવ સવારે 9:30 વાગ્યાની આસપાસ બન્યો છે જે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેથી કોક્રિટ મિક્સર ડમ્પર ચાલકે મોટર વ્હીકલ એક્ટ નિયમનો ભંગ કરી શહેરમાં પ્રવેશ કર્યો હતો.સુરતના ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, મોટા વાહન ચાલકોને શહેરમાં સવારે 8:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી પ્રવેશ નથી તેમ છતાં તેમણે નિયમો વિરૂદ્ધ શહેરની અંદર પ્રવેશ કર્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. આથી પોલીસે આ તમામ ઘટનાની તપાસ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.