ગુજરાત પોલીસ સાયબર ક્રાઈમના બનાવોને લઈને સક્રિય થઈ ગઈ છે. સાયબર ક્રાઈમમાં વપરાતા મ્યૂલ એકાઉન્ટને પકડવા પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે સુરતમાં બે હજાર કરોડથી વધુના સાયબર ક્રાઈમનો પર્દાફાશ થયો છે. આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચ બે આરોપીઓની ધરપકડ કરી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચના DCP ભાવેશ રોઝિયાએ કહ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાંચે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધીની તપાસ દરમિયાન પોલીસને 44 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. જેમાં NCCRP પોર્ટલ પર ચેક કરતા દેશભરના અલગ અલગ રાજ્યમાં 6040 ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી છે.
ક્રાઈમ બ્રાન્ચના DCP ભાવેશ રોઝિયાએ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 950 ફરિયાદોમાં 750 કરોડનું સાયબર ફ્રોડ થયું હોવાનું જણાયું છે. આ સાયબર ફ્રોડનો આંક બે હજાર કરોડથી વધુ થવાની સંભાવના છે. જેને કમ્બોડિયા અને નેપાળથી ઓપરેટ કરાવામાં આવે છે. આ ફ્રોડના મુખ્ય સુત્રધારોને ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે ગ્લોબલ માર્કેટમાંથી ઝડપી પાડ્યા છે.





