Latest News Gujarat : દેશના કુલ શાળા બહાર બાળકોના 28 ટકા બાળકો સાથે ગુજરાત મોખરે !

કેન્દ્ર સરકારે આપેલી માહિતી અનુસાર ગુજરાતના 2.40 લાખ બાળકો શાળા બહાર છે એટલે કે અભ્યાસ કરી રહ્યા નથી. દેશના કુલ શાળા બહાર બાળકોના 28 ટકા બાળકો સાથે ગુજરાત મોખરે છે, તેમ જણાવી કૉંગ્રેસે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સંસદમાં જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓનો હવાલો આપીને ભાજપ સરકારની ટીકા કરી હતી. કેન્દ્ર સરકારે આપેલ આંકડા ગુજરાતના ૨.૪૦ લાખ થી વધુ બાળકો શાળા બહાર છે. ભાજપ સરકાર વિકાસના નામે માત્ર આંકડાઓની માયાજાળ રચે છે.તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં શાળા બહારના બાળકોની સંખ્યામાં ૩૪૧%નો વધારો થયો છે. ગુજરાતનું શિક્ષણ ‘ગુજરાત મોડેલ’ના ભાર નીચે કચડાઈ ગયું છે, તેવી ટીકા પણ તેમણે કરી હતી. આંકડા અનુસાર વર્ષ ૨૦૨૪ -૨૫ માં શાળા બહાર બાળકોની સંખ્યા ૫૪,૪૫૧ તે વર્ષ ૨૦૨૫-૨૬માં વધીને ૨૪,૦,૮૦૯ થઈ ગઈ ગઈ છે. ગુજરાત બાદ આસામ 1,50,906 સાથે બીજા ક્રમે અને ઉત્તર પ્રદેશ 99,218 બાળકો સાથે ત્રીજા ક્રમે આવે છે.ગુજરાતમાં શિક્ષણ માટે જંગી રકમ ફાળવવામાં આવે છે. વર્ષ ૨૦૨૪ -૨૫ ખર્ચ મુજબ ગુજરાત રાજ્યનો સમગ્ર શિક્ષા યોજના હેઠળ કુલ ખર્ચ રૂ. ૨, ૧૯૯ કરોડથી વધુ છે ત્યારે આટલા મોટા બજેટ છતાં ડ્રોપઆઉટનો ગ્રાફ આટલો ઊંચો શા માટે છે, તેવો સવાલ કૉંગ્રેસે કર્યો હતો.

error: Content is protected !!