Latest News Gujarat: ગુજરાત ડુપ્લીકેટ દવાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવનારૂ પ્રથમ રાજ્ય બનશે

ગુજરાતમાં ડુપ્લીકેટ અને નકલી દવાઓના વેચાણને રોકવા માટે સરકાર કડક પગલાં ભરી રહી છે. રાજ્ય આરોગ્ય મંત્રીએ જાહેરાત કરી છે કે, દવાઓની ચકાસણી માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવશે. આ પગલાં દ્વારા ગુજરાત ડુપ્લીકેટ દવાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવનારૂ પ્રથમ રાજ્ય બનશે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં 6 કરોડ રૂપિયાથી વધુની ડુપ્લીકેટ દવાઓ જપ્ત કરવામાં આવી છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને સરકારે હવે વધુ સક્રિયતા દાખવવાનું નક્કી કર્યું છે. નવી SOP હેઠળ દવાઓના ઉત્પાદનથી લઈને વેચાણ સુધીની તમામ પ્રક્રિયાનું કડક નિરીક્ષણ કરવામાં આવશે, જેથી નકલી દવાઓ બજારમાં પહોંચી જ ન શકે. ડુપ્લીકેટ દવાઓને રાજ્યમાં પ્રવેશતી અટકાવવા માટે ટેસ્ટિંગ લેબની સંખ્યા વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં વડોદરામાં એક ટેસ્ટિંગ લેબ કાર્યરત છે. પરંતુ હવે તેના ઉપરાંત રાજ્યમાં અન્ય ત્રણ નવી ટેસ્ટિંગ લેવ શરૂ કરવામાં આવશે. આ નવી લેબ્સના કારણે દવાઓની ચકાસણી ઝડપી અને વધુ અસરકારક બનશે. આ પગલું રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

error: Content is protected !!