પૂર્વ કચ્છ પોલીસે તાજેતરમાં ગળપાદર-ભચાઉ હાઈવે પર બાતમીના આધારે વોચ ગોઠવીને બાકસમાં છૂપાવેલા રૂ.64,600 ની કિંમતના 3.23 ગ્રામ હેરોઈન સાથે ઉત્તરપ્રદેશના પેડલરને ઝડપી પાડ્યો હતો. કચ્છ સહિત રાજ્યમાંથી સમયાંતરે કોઈને કોઈ શહેરમાંથી ડ્રગ્સ ઝડપાતું રહે છે. ગુજરાત વિધાનસભામાં પણ ડ્રગ્સને લઈ સવાલ પૂછવામાં આવ્યો હતો.
જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ હરદાસભાઈ આહિરે પૂછ્યું કે, તા. 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જામનગર અને કચ્છ જિલ્લામાં કેટલું ડ્રગ્સ પકડવામાં આવ્યું, તેની કિંમત કેટલી છે અને કેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી? જેનો જવાબ આપતા સરકારે જણાવ્યું, 01-01-2024 થી 31-12-2024 સુધીમાં જામનગરમાંથી 8.379 કિલો ગ્રામ ગાંજો, 5.859 કિલો ગ્રામ ચરસ, 51 ગ્રામ એમ ડી પાઉડર ઝડપાયો હતો. જેની કિંમત અનુક્રમે રૂ, 83,790, રૂ, 8,78,850 અને રૂ. 5,10,000 હતી. જ્યારે 01-01-2025 થી 31-12-2025 સુધીમાં 13.403 કિલો ગ્રામ ગાંજો ઝડપાયો હતો. જેની કિંમત રૂ. 1,43,030 હતી.
પૂર્વ-કચ્છમાંથી 01-01-2024 થી 31-12-2024 સુધીમાં 335 ગ્રામ 140 મીલી હેરોઈન, 323 ગ્રામ 090 મીલી અફીણ, 19 ગ્રામ 050 મીલી એમ ડી, 189 ગ્રામ 010 મીલી કોકેઈન, 74 કિલો 889 ગ્રામ ગાંજો, 307 કિલો 050 ગ્રામ પોષડોડા, 13 કિલો કોકેઈન ઝડપાયું હતું. જેની કિંમત અનુક્રમે રૂ. 1,67,57,000, રૂ, 32,309, રૂ, 1,95,000, રૂ. 1,89,01,000, રૂ, 7,48,890, રૂ. 9,21,150 તથા 130,00,00,000 હતી. જ્યારે 01-01-2025 થી 31-12-2025 સુધી 367 કિલો 193 ગ્રામ ગાંજો, 415 કિલો 186 ગ્રામ પોષડોડા, 262 ગ્રામ 890 મીલી હેરોઈન, 10 કિલો 473 ગ્રામ 8 મીલી કોકેઈન, 78 ગ્રામ 110 મીલી એમ ડી, 19 ગ્રામ અફીણ ઝડપાયું હતું. જેની કિંમત અનુક્રમે રૂ. 80,23,970, રૂ, 12,45,882, રૂ, 1,27,32,300, રૂ, 104, 73, 08,000, રૂ, 5,59,930 તથા રૂ. 19,000 હતી.પશ્ચિમ કચ્છમાંથી 01-01-2024 થી 31-12-2024 સુધીમાં13 કિલો 514 ગ્રામ ગાંજો, 1 કિલો 327 ગ્રામ પોષડોડા, 60 ગ્રામ 600 મીલી અફીણ, 16 ગ્રામ 300 મીલી એમ.ડી. 10 ગ્રામ 690 મીલી ચરસ ઝડપાયું હતું. આ પકડાયેલા મુદ્દામાલની કિંમત અનુક્રમે રૂ, 1,33,160, રૂ. 3981, રૂ. 6060, રૂ. 16,300, રૂ. 53,45,000 હતી.
01-01-2025 થી 31-12-2025 સુધીમાં 79 કિલો 705 ગ્રામ ગાંજો, 12 કિલો 504 ગ્રામ પોષડોડા, 110 ગ્રામ 470 મીલી કોકેઈન, 51 ગ્રામ 500 મીલી એમડી અને 188 કિલો 222 ગ્રામ ચરસ પકડાયું હતું. જેની કિંમત રૂ. 9,70,766, રૂ. 1,36,086, રૂ. 1,10,47,000, રૂ. 19,61,008 અને રૂ. 1,72, 45,950 હતી.જામનગરમાંથી 01-01-2024થી 31-12-2024 સુધીમાં 27 અને 01-01-2025થી 31-12-2025સુધીમાં 15, પૂર્વ કચ્છમાં આ સમયગાળા દરમિયાન 37 અને 73 તથા પશ્ચિમ કચ્છમાં 33 અને 59 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.





