Latest News Gujarat : ગેરકાયદે 31 કરોડથી વધુના ખાતાઓમાં ટ્રાન્ઝેક્શન : આરોપીની ધરપકડ

સુરતમાં ગેરકાયદે પૈસા વસૂલતા ઇસમની ધરપકડનો મામલો સામે આવ્યો છે. સરથાણા પોલીસે ખોટી ફર્મ ઉભી કરી ખાતા ખોલાવી ટ્રાન્જેક્શન કરતા સતીશ વાવલીયાની ધરપકડ કરી હતી. મયુર તળાવિયાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતા અને ત્રણ આરોપીઓએ બેંકમાં કરંટ ખાતા ખોલાવ્યા હતા જેમાંથી 31 કરોડથી વધુના ખાતાઓમાં ટ્રાન્ઝેક્શન કર્યા હતા.

ખોટી ફર્મ ઊભી કરી બેંકોમાં ખાતા ખોલાવી કરોડોનું ટ્રાન્જેક્શન કરી ગેરકાયદેસર 2 ટકા પૈસા વસૂલતા ઈસમો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યોગીચોકના પવિત્રા પોઇન્ટમાંથી મોટી માત્રમાં ક્રેડિટ કાર્ડ અને સ્વાઇપિંગ મશીન પોલીસને મળ્યા હતા. જેમાં બેંક અકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન થતા બાબતે SITની રચના કરવામાં આવી હતી. આ કેસમાં હાર્દિક વાવલીયા, સતીશ વાવલીયા અને મયુરે ખોટી ફર્મ ઉભી કરી બેંકમાં કરંટ ખાતા ખોલાવ્યા હતા.આરોપીઓએ ક્રેડિટ કાર્ડના રોકડા રૂપિયા આપવા બાબતે લોકો પાસેથી 2 ટકા રકમ લઈ આ બેંક ખાતાઓમાં 31 કરોડ 62 લાખ કરતાં વધુના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ કેસમાં સરથાણા પોલીસે સતીશ વાવલીયાની ધરપકડ કરી હતી. અગાઉ આ કેસમાં હાર્દિક વાવલિયાની ધરપકડ કરવામાં આવી હતી, તો બીજી તરફ મયુર તળાવિયા નામનો ઈસમ વોન્ટેડ જાહેર કરાયો છે.

error: Content is protected !!