સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાંથી એસઓજી પોલીસે બે મુસ્લિમ ભાઈઓની ધરપકડ કરી હતી. આ બે યુવકો હિન્દુ નામ ધારણ કરીને અઠવાલાઇન્સ વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. પોલીસને જાણ થતા જ પોલીસે આ બંને યુવકોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી બોગસ આધાર કાર્ડ પણ મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી 4 બોગસ આધાર કાર્ડ પણ કબજે કર્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આ બંને ભાઈઓએ બિહારમાં બોગસ આધાર કાર્ડ બનાવ્યા હતા.
આ બંને યુવકો આ ખોટા આધાર કાર્ડનો ઉપયોગ ભાડે મકાન મેળવવા અને નોકરી મેળવવા માટે કરતા હતા. હિન્દુ નામ ધારણ કરીને તેઓએ આ પ્રવૃત્તિઓ ચલાવી હતી. ઝડપાયેલા આરોપીઓના નામ મહમંદ આસિફ ઉર્ફે પ્રદીપ મોર્યા અને વાજિદ અલી છે. પોલીસે તેમની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ પ્રકારના બોગસ દસ્તાવેજો બનાવવામાં અન્ય કોણ કોણ સામેલ છે અને આ લોકોનો હેતુ માત્ર નોકરી કે મકાન મેળવવાનો હતો કે પછી અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા.આ ઘટનાએ શહેરમાં સુરક્ષા અને વસવાટ કરતા લોકોની ઓળખ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા હતા. બોગસ દસ્તાવેજો બનાવીને રહેતા લોકોથી સમાજમાં અસામાજિક પ્રવૃત્તિઓ થવાની શક્યતાઓ રહે છે. આથી પોલીસે આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરીને આ પ્રકારના નેટવર્કને તોડી પાડવું જરૂરી બન્યું છે.