સુરતમાં છેતરપિંડી કરનાર બે આરોપી ઝડપાયાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ અને 15 ATM કાર્ડ કબ્જે કર્યા હતા. આરોપીઓ ATMમાં રહેલ વ્યક્તિ સાથે છેતરપિંડી કરતા હતા. આરોપીઓ પૈસાનું બંડલ બતાવી છેતરપિંડી આચરતા હતા. ATM કાર્ડ લઇ પીન નંબર જાણી પૈસા ઉપાડી લેતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઝડપાયેલા બંને આરોપી વિરુદ્ધ 6 જેટલા ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ATM માંથી ફરિયાદી પાસેથી વિદ્રો કરી રૂપિયા 38,100 છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા પોલીસે બે આરોપીઓની ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂપિયા 10,000 રોકડા અને 15 ATM કાર્ડ કબજે કર્યા હતા. બંને આરોપીઓ ATM માં દાખલ વ્યક્તિને પોતાની પાસે રહેલ પૈસાનું બંડલ બતાવતા હતા. આ પૈસાના બંડલમાં ઉપર અને નીચે 500ની અસલી નોટ મૂકવામાં આવતી અને વચ્ચે કાગળઓ રાખતા હતા જેથી ભોગ બનનાર વ્યક્તિ સરળતાથી આરોપીઓના વાતમાં આવી જતો હતો.આરોપીઓ લોકોને જાળમાં ફસાવવા માટે વ્યક્તિને કહેતા તમે આ પૈસા લઈ લો તમારા ATM કાર્ડ આપી દો એમ તે વ્યક્તિ પાસેથી ATM કાર્ડ અને પીન નંબર જાણી લેતા હતા. આ રીતે બંને આરોપીઓ છેતરપિંડી કરતા હતા બંને આરોપી વિરુદ્ધ સુરતમાં કુલ 6 જેટલા ગુન્હા નોંધાય છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.