Latest News: ઇન્ડિગોએ લગભગ 3.8 લાખ અસરગ્રસ્ત મુસાફરોને કુલ 376 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે

ઇન્ડિગો એરલાઈન્સની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં હવે ડીજીસીએના નિર્દેશ મુજબ ઓપરેશનલ કટોકટીમાં હેરાન થયેલા મુસાફરોને નિયમ મુજબ વળતર ચુકવવું પડશે. ઇન્ડિગો એરલાઈન્સ દ્વારા 2 થી 10 ડિસેમ્બર દરમિયાન 5000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. તેમજ અનેક ફ્લાઈટના સમયમાં વિલંબ થયો હતો. તેમજ ઇન્ડિગોએ લગભગ 3.8 લાખ અસરગ્રસ્ત મુસાફરોને કુલ 376 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે.

આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકારે ઇન્ડિગોને 3, 4 અને 5 ડિસેમ્બરના રોજ હેરાન થયેલા મુસાફરો માટે વળતર પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઇન્ડિગો 3 થી 5 ડિસેમ્બર વચ્ચે ઘણા કલાકો સુધી એરપોર્ટ પર ફસાયેલા દરેક ગંભીર રીતે અસરગ્રસ્ત ગ્રાહકને રૂપિયા 10,000 નું ટ્રાવેલ વાઉચર આપશે. જેમાં ઇન્ડિગોએ સરકારી નિયમો અનુસાર અસરગ્રસ્ત મુસાફરોને રૂપિયા 5,000 થી રૂપિયા 10,000 સુધીનં  વળતર આપવાનું રહેશે.ઇન્ડિગોની વેબસાઇટ દ્વારા ટિકિટ બુક કરાવનારાઓને એક અઠવાડિયાની અંદર વળતર ચુકવવાનું શરૂ થશે. જેમાં એરલાઇન પાસે પહેલાથી જ આવા મુસાફરોનો ડેટા છે. તેમજ કંપનીને ટ્રાવેલ એજન્ટો અને ઓનલાઇન ટ્રાવેલ એજન્સીઓ (OTA) નો સંપર્ક કરવા અને તેમના દ્વારા ટિકિટ બુક કરાવનારા તમામ મુસાફરોની માહિતી એકત્રિત કરવા અને તેમને વળતર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

error: Content is protected !!