સુરત શહેરમાં આવેલા પુણા ખાતે આવેલી વિવેકાનંદ સોસાયટીમાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પતિનો કામધંધો બરાબર નહી હોવાથી મકાનની લોનના હપ્તા સમયસર ભરાતા નહતા. જેના ટેન્શનમાં આપઘાતનું પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બિહાર દરબંગાના વતની અને હાલ પુણા બોમ્બે માર્કેટ રોડ અર્ચના સ્કૂલની પાસે આવેલી વિવેકાનંદ સોસાયટીમાં રહેતા મનોજ સહાની હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરી પત્ની ૩૮ વર્ષીય રીનાદેવી તેમજ બે પુત્રનું ભરણપોષણ કરે છે. મનોજે કડોદરા તાતીથૈયા ખાતે પોતાનું મકાન લીધું હતું. જેની લોન ચાલુ હતી અને ત્રણ વર્ષ પહેલા તેની પુત્રીનું અવસાન થયું હતું. આજે વહેલી સવારે રીનાદેવીએ ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારે જણાવ્યું હતું કે કામધંધો બરાબર નહીં ચાલતા મકાનની લોનના હપ્તા સમયસર ભરાતા ન્હાતા. જેના ટેન્શનમાં આપઘાતનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે વધુ આગળની તપાસ પોલીસ કરી રહી છે.





