Latest News Navsari : ચીખલી ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક ઝડપાયો, બે વોન્ટેડ

ચીખલી નેશનલ હાઈવે નંબર 48 પર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. મુંબઈથી અમદાવાદ તરફ જતી એક શંકાસ્પદ સિલ્વર કલરની મારૂતિ સુઝુકી સેલેરીયો કારને સેફ્રોન હોટલ સામે અટકાવતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે શનિવાર, 14 માર્ચ 2026ના રોજ રાત્રિના સમયે નવસારી જિલ્લાના ચીખલી પોલીસ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મુંબઈ તરફથી આવતી નંબર પ્લેટ વગરની એક સેલેરીયો કાર નંબર DD/03/K/7641 ને ઉભી રાખી તપાસ કરતા, તેમાંથી પ્લાસ્ટિકની 11 કાળા રંગની થેલીઓ મળી આવી હતી. આ થેલીઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 528 બોટલો  છુપાવેલી હતી, જેની અંદાજિત કિંમત રૂ.79,200/- થાય છે. પોલીસે સ્થળ પરથી કાર ચાલક મોઇઝ કરીમ હૈદરઅલી મીઠાની (રહે.નાની દમણ) ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો દમણના જીગ્નેશ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો અને તેને સુરત નજીક કોઈ અજાણ્યા વ્યક્તિને પહોંચાડવાનો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!