સુરત એરપોર્ટ સામેના સાયલન્ટ ઝોન સ્થિત અવધ હેબીટેટ્ સામે પિન્ટુ ખીરૂ મંડલ (રહે. કણબીવાડ, ડુમસ પિન્ટુ કરિયાણા સ્ટોર નામે દુકાન ચલાવે છે. ડુમસ પોલીસને બાતમી મળી હતી કે પિન્ટુ દુકાનની આડમાં ઘરેલુ અને કોમર્સિયલ ગેસની બોટલ લાવીને અન્ય બોટલમાં ગેરકાયદે રિફિલિંગ કરી રહ્યો હતો. જેના પગલે પોલીસે તેની દુકાનમાં છાપો માર્યો હતો. તેમજ નાની મોટી કુલ ૧૨ જેટલી ગેસ બોટલા કબજે કરી હતી. ગેસ બોટલમાંથી ગેરકાયદે રિફિલિંગ કરીને મનુષ્યની જિંદગી જોખમમાં મૂકી બેદરકારી દાખવી હોવાના પગલે પિન્ટુની ધરપકડ કરી ૧૨,૨૦૦નો મુદ્દામાલ ડુમસ પોલીસે રૂ. કબજે કર્યો હતો.
