સુરતના હજીરાની એલ.એન્ડ.ટી કોલોનીમાં નોકરી કરતો યુવક સાથી બે મિત્રો સાથે સુવાલીના દરિયાકિનારે નાહવા માટે ગયા હતા. દરમિયાન હજીરાના યુવક સહિત બે મિત્રો નાહવા પડતા યુવક પાણીમાં ડૂબી ગયો હતો. સાથી મિત્રોએ તેના મૃતહેદને બહાર કાઢીને પોલીસને જાણ કરી હતી. હજીરા પોલીસને બનાવને લઈને આગળની તપાસ શરૂ કરી હતી. રક્ષાબંધનનો તહેવાર શહેરના હજીરાના એક પરિવાર માટે દુઃખદ બની ગયો હતો.
સુવાલીના દરિયાકિનારે નાહવા પડેલા બે મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત થયું છે,બનાવ પ્રમાણે ઝારખંડના વતની અને હાલ હજીરા ખાતે આવેલી એલ એન્ડ.ટી.કંપનીની કોલોનીમાં રહેતા ૩૯ વર્ષીય દિનેશ રામનરેશ ચૌધરી એલ.એન્ડ.ટી કોલોનીમાં રસોઈ બનાવવાનું કામ કરી પત્ની અને પુત્રનું ગુજરાન ચલાવતો હતો. દિનેશ શનિવારે બપોરે તેના બે મિત્રો સાથે સુવાલી દરિયાકિનારે નાહવા માટે ગયો હતો. દરમિયાન ત્રણ મિત્ર પૈકી બે મિત્રો નાહવા માટે ગયા હતા. દરમિયાન દિનેશ પાણીના વધારે પડતા વહેણના લીધે ડૂબી ગયો હતો.જેથી સાથી મિત્રોએ તેને નદીમાંથી મૃત હાલતમાં બહાર કાઢ્યો હતો. બનાવને લઈને પોલીસને જાણ કરાઈ હતી. હજીરા પોલીસે દિનેશનો મૃતદેહ પીએમ કરવા માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પિતાના મોતથી એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.