Latest News : મોડાસા ITI ના સિનિયર ક્લાર્કને લાંચ કેસમાં ૩ વર્ષની સખત કેદની સજા

અરવલ્લી જિલ્લાની મોડાસા કોર્ટે ભ્રષ્ટાચારના એક જૂના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા આઈ.ટી.આઈ. (ITI) મોડાસાના તત્કાલીન સિનિયર ક્લાર્કને જેલની સજા ફટકારી છે. નામદાર બીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટે આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દોષિત ઠેરવી ૩ વર્ષની સખત કેદ અને દંડનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ, સાબરકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં વર્ષ 2011માં ભોગીલાલ મોહનલાલ પટેલ (સિનિયર ક્લાર્ક, આઈ.ટી.આઈ. મોડાસા, વર્ગ-3) વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આરોપીએ રૂ. 1,600/- ની લાંચની માંગણી કરી સ્વીકારતા એ.સી.બી.ના છટકામાં પકડાઈ ગયા હતા. તપાસના અંતે એ.સી.બી. દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ન્યાયિક કાર્યવાહી દરમિયાન મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે તારીખ 18/02/2025 ના રોજ 3 (ત્રણ) વર્ષની સખત કેદ અને રૂ. 1,000/- નો દંડ. જો દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદ.તથા 1 (એક) વર્ષની સખત કેદ અને રૂ. 2,000/- નો દંડ. જો દંડ ન ભરે તો વધુ 2 માસની સખત કેદની સજા.આમ, આરોપીને કુલ રૂ. 3,000/- નો દંડ અને સજા સંભળાવી છે.

error: Content is protected !!