Latest news tapi : ડોલવણનાં કલકવા ગામે અજાણ્યા વાહન અડફેટે રાહદારીનું મોત નિપજયું

ડોલવણનાં કલકવા ગામનાં ઈન્ડિયન પેટ્રોલપંપ પાસે જાહેરમાં રોડ ઉપર ઉનાઈનાં ટેકરી ફળિયામાં રહેતા રાહદારીને અજાણ્યા વાહન અડફેટે લેતા રાહદારીનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું.

બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાનાં ઉનાઈ ગામનાં ટેકરી ફળીયામાં રહેતા મુકેશભાઈ કુંવરભાઈ ચૌધરી(ઉ.વ.૪૫)નાંઓ ગત તારીખ ૧૨/૦૪/૨૦૨૫ નાંરોજ ચાલતા ચાલતા ડોલવણનાં કલકવા ગામનાં ઈન્ડિયન પેટ્રોલપંપ પાસે જાહેરમાં રોડ ઉપરથી જતાં હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મુકેશભાઈને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં મુકેશભાઈને માથામાં કપાળનાં ભાગે તથા બંને પગના પંજાના ભાગે ઈજા પહોંચાડી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે મૃતકના પુત્ર દિવ્યાંગકુમાર મુકેશભાઈ ચૌધરીએ તારીખ ૧૩/૦૪/૨૦૨૫ નાંરોજ અજાણ્યા વાહણ ચાલક સામે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!