નિઝરનાં વેલ્દા ગામની વેલ્દા ટાંકીથી કુકરમુંડા જતાં રોડ ઉપર કાવઠા ગામની સીમમાં વેલ્દા ગામની સીમમાં વેલ્દા ગામની નદીના પુલ તથા કાવઠા ગામના પુલનાં વચ્ચે રોડની બાજુમાં ઝાડ નીચે પોતાના આર્થિક લાભ માટે મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડાઓ ઉપર પૈસા વતી હાર જીતનો જુગાર રમાડતો એક ઈસમ ઝડપાયો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો તારીખ ૩૦/૦૫/૨૦૨૫ નાંરોજ પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, વેલ્દા ગામની વેલ્દા ટાંકીથી કુકરમુંડા જતાં રોડ ઉપર કાવઠા ગામની સીમમાં વેલ્દા ગામની સીમમાં વેલ્દા ગામની નદીના પુલ તથા કાવઠા ગામના પુલનાં વચ્ચે રોડની બાજુમાં પક્ષીમ સાઈડે એક જાંબુડાનાં ઝાડનાં નીચે એક ઈસમ મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો ઉપર બહારથી ગ્રાહકો બોલાવી ગેરકાયદેસર રીતે હાર જીતનો જુગાર રમાડે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચતા એક ઈસમ કાગળમાં કઈક લખતો હોય અને તેની બાજુમાં કેટલાક માણસો ઉભા રહી કઈક લખાવતા હતા જેથી પોલીસે કાગળમાં કઈક લખતા ઈસમને ઝડપી પાડ્યો હતો જયારે બાકી માણસો પોલીસને જોઈ ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ પોલીસે ઝડપાયેલ ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ, સંજય કર્માભાઈ પાડવી (રહે.કાવઠા ગામ, મંદિર ફળિયું, નિઝર)નો હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે જુગાર રમવાના સાધનો રૂપિયા ૧૭,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જયારે આ કામે ચેતન તારાચંદભાઈ પાડવી (રહે.કુકરમુંડા)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝ્દ્પ્યેલ ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.